Back

વીયૅની તપાસ

Home Important Intructions વીયૅની તપાસ

વીયૅનો નમુનો તપાસ માટે લેવા તથા લેબોરેટરીમાં પહોંચાડવા માટેની અગત્યની સુચના

નમુનો આપવા માટેનો સમય: સવારે 10 થી સાંજના 6 સુધી

  • વીયૅનો નમુનો આપતા પહેલા ત્રણ થી પાંચ દિવસ સુધી જાતિય સંબંધથી દુર રહેવુ ખુબ જ જરૂરી છે.
  • વીયૅનો નમુનો લેબોરેટરીમાંથી આપેલ ડબ્બીમાં જ લેવો.
  • વીયૅનો નમુનો ડબ્બીમાં જ સીધો લેવો તે તપાસ માટે આવશ્યક છે.નમુનો લેવા માટે કોઇ પણ સંજોગોમાં નિરોધનો ઉપયોગ કરવો નહીં.
  • વીયૅનો સંપૂણૅ નમુનો ડબ્બીમાં આવે તે તપાસ માટે ખુબ જ જરૂરી છે.કારણકે મોટાભાગના શુક્રાણુઓ સામાન્ય રીતે નમુનાના પ્રથમ ભાગમાં જ હોય છે.
  • ડબ્બીમાં ઢાંકણુ બરાબર બંધ કરો તથા નમુનો લીધાનો સમય ડબ્બીના લેબલ ઉપર લખો.
  • નમુનો લીધા બાદ વધુમાં વધુમાં વધુ 20 મીનીટમાં ડબ્બી શરીરની નજીક ખિસ્સામાં અને સીધી જ રાખીને લેબોરેટરીમાં પહોંચાડો.
  • ફ્રીઝમાં, બરફમાં કે થમોસમાં નમુનો કયારેય રાખવો નહીં.

નોંધ:-

  • તપાસના દિવસે સાંજે 6 વાગ્યા પછી કે જણાવેલ સમયે આપના રીપોટૅસ લેબોરેટરીમાંથી મેળવી લેવા.
  • જો આપનું સંપૂણૅ Payment Paid હોય તો આપના રીપોટૅસ SMS તથા E-Mail દ્રારા મોકલી આપવામાં આવશે.
  • આપને SMS મળી જાય એનો અથૅ એ છે કે આપના રીપોટૅસ તૈયાર છે. જે અમારી કોઇ પણ બ્રાન્ચ પરથી msg મળ્યા બાદ તુંરત Collect કરી શકો છો.
  • રીપોટૅ મેળવ્યા બાદ તે વિશેના માગૅદશૅન તથા સારવાર માટે આપના ડૉકટરનો સંપકૅ કરવો જરૂરી છે.